પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
2 શમએલ 10:1

Notes

No Verse Added

2 શમએલ 10:1

1
થોડા સમય બાદ આમ્મોનીઓનો રાજા નાહાશ મૃત્યુ પામ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર હાનૂન રાજ કરવા લાગ્યો.
2
દાઉદે કહ્યું, “હું તેના પર દયા રાખીશ. તેનો પિતા નાહાશ મને હંમેશા વફાદાર હતો. અને માંરી સાથે દયાળુ હતો.” તેથી તેના પિતાના મૃત્યુ માંટે દિલસોજી વ્યકત કરવા દાઉદે પોતાનાં માંણસોને હાનૂન પાસે મોકલ્યો.
3
ત્યારે આમ્મોની સરદારોએ પોતાના ધણી હાનૂનને કહ્યું, “તમે શું એમ માંનો છો કે તમાંરા પિતાને માંન આપવાના હેતુથી દાઉદે માંણસોને મોકલ્યા છે? એના માંણસો તો જાસૂસો છે, અને દાઉદે તેમને શહેરોને શી રીતે જીતી લેવું એની માંહિતી પ્રાપ્ત કરવા મોકલ્યા છે.”
4
આથી હાનૂને દાઉદના માંણસોને પકડીને, તેઓની અડધી દાઢી મૂંડાવી નાખી, તેમનાં કપડાં કમર નીચેથી કપાવી નાંખ્યા અને તેમને મોકલી દીધા.
5
જયારે દાઉદે વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી અહીં આવજો.”
6
હવે આમ્મોનીઓને ભાન થયું કે પોતે દાઉદની દુશ્મનાવટ વહોરી લીધી છે, એટલે તેમણે બેથ-રહોબના અને સોબાહના પ્રાંતોમાંથી 20,000 સિરિયન પાયદળને, માંઅખાહના રાજા પાસેથી 1,000 સૈનિકોને અને ટોબાના પ્રાંતમાંથી 12,000 સૈનિકોને ભાડે રાખ્યા.
7
સમાંચાર મળતા દાઉદે યોઆબને પોતાના અતિ શકિતશાળી સૈનિકોવાળા સમગ્ર સૈન્ય સાથે મોકલ્યો.
8
આમ્મોનીઓ બહાર આવીને નગરના પ્રવેશદ્વાર આગળ ગોઠવાઈ ગયા. અને સોબાહના અને રાહોબનાં અરામીઓ તથા ટોબના અને માંઅખાહના માંણસો ખુલ્લા મેદાનમાં યુદ્ધ લડવા માંટે આવ્યંા.
9
જયારે યોઆબે જોયું કે, તેને બે મોરચે યુદ્ધ કરવું પડશે, ત્યારે તેણે ઇસ્રાએલીઓને અરામીઓની સામે યુદ્ધ કરવા હારબંધ ગોઠવી દીધા.
10
બાકીની સેનાને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધી અને તેણે આમ્મોનીઓની સામે મોરચો માંડયો.
11
યોઆબે તેને કહ્યું, “જો હું અરામીઓને હરાવી નહિ શકું તો તમાંરે આવીને મને મદદ કરવી પડશે, અને જો તમે બધા આમ્મોનીઓને નહિ હરાવી શકો તો હું તમને મદદ કરવા આવીશ.
12
પરંતુ તમે સૌ હિંમત રાખજો. અને આપણા લોકો માંટે અને આપણા દેવનાં નગરો માંટે બહાદુરીથી લડજો, અને યહોવાની જે ઇચ્છા હશે તે મુજબ થશે.”
13
યોઆબ અને તેના માંણસો જયારે અરામીઓ સામે યુદ્ધ કરવા માંટે આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યાં.
14
આમ્મોનીઓએ જોયું કે અરામીઓ ભાગી રહ્યાં હતા. એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને નગરમાં ભરાઈ ગયા, અને યોઆબ યરૂશાલેમ પાછો ફર્યો.
15
અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ.
16
હદારએઝેરે કાસદો મોકલીને ફ્રાત નદીની પેલે પારના પ્રદેશમાંથી બીજા અરામીઓને બોલાવ્યા, અને તેઓ હદારએઝેરના સેનાપતિ શોબાખની સરદારી હેઠળ હેલામ તરફ આગળ વધ્યા.
17
દાઉદને સંદેશો મળ્યો ત્યારે તે પોતે અને તેના ઇસ્રાએલી સેનિકોને યર્દન ઓળંગી અને હેલામમાં કૂચ કરી, ત્યાં અરામીઓ યુદ્ધ કરવા તૈયાર થયા અને લડાઈ કરી.
18
પરંતુ ઇસ્રાએલીઓએ તેમને ભગાડી મૂકયા. દાઉદે 700 રથ હાંકનારને અને 40,000 ઘોડેસ્વાર સૈનિકોનો સંહાર કર્યો, અને તેમના સેનાપતિ શોબાખને ગંભીરપણે ઘાયલ કર્યો અને તે રણભૂમિમાં અવસાન પામ્યો.
19
અરામ સૈન્યની હાર થઈ છે તે જાણીને હદારએઝેર અને તેના તાબેદાર રાજાઓ દાઉદના તાબેદાર થયા, અને તેમની સેવાઓ સ્વીકારી, ત્યારબાદ ફરી અરામીઓએ આમ્મોનીઓની યુદ્ધમાં મદદ કરવાની હિંમત કદી કરી નહિ.
×

Alert

×

gujarati Letters Keypad References